ગ્રહ પૃથ્વી
માટે એક
અદ્ભુત ભાવિ
“સંશોધન બતાવે છે કે ૬૦૦ વર્ષોમાં પૃથ્વી અત્યારે સૌથી વધારે ગરમ છે,” ટોરન્ટોનું ગ્લોબ એન્ડ મેઈલ અહેવાલ આપે છે. ગરમીના મોજાએ ૧૯૯૫માં મધ્ય યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ૫૦૦થી વધારે લોકોના જીવ લીધા. એવી જ ભયંકર પરિસ્થિતિ ભારત અને ઓસ્ટ્રેલિયામાં વર્તાઈ, જ્યારે કે ઇંગ્લેન્ડે “૨૦૦ વર્ષમાં ત્રીજો સૌથી સૂકો ઉનાળો” અનુભવ્યો.
એનું કારણ શું છે? કેનેડામાંના ફેડરલ એનવાયરનમેન્ટ ડીપાર્ટમેન્ટના આબોહવાના નિષ્ણાત, હેનરી હેન્જવેલ્ડ કહે છે: “મોટા ભાગના પુરાવા સૂચવે છે કે ગોળાવ્યાપી આબોહવા પર જોઈ શકાય એવી માનવ અસર છે.” ગ્લોબ એન્ડ મેઈલના અહેવાલ અનુસાર, “વિચિત્ર હવામાન કોમ્પ્યુટરે ગોળાવ્યાપી ગરમીની રજૂ કરેલી શક્ય અસરોના સુમેળમાં છે, જે મુખ્યત્ત્વે, અશ્મિનું ઇંઘણ બળવાથી પરિણમી હોવાનું માનવામાં આવે છે.”
ગોળાવ્યાપી ગરમીનું અસ્તિત્વ હજુ પણ વૈજ્ઞાનિક વર્તુળોમાં વિવાદનો વિષય છે. તથાપિ, ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા અવલોકે છે: “માનવજાત વાતાવરણના પર્યાવરણને સમજે છે એના કરતાં વધારે જલદીથી એનો દુરુપયોગ કરી રહી છે.”
આનંદની વાત છે કે બાઇબલ આપણને કહે છે કે પૃથ્વી “સદા ટકી રહે છે.” (સભાશિક્ષક ૧:૪) એનું કારણ એ છે કે ઉત્પન્નકર્તા, યહોવાહ દેવ, માણસને કે કોઈ પણ કુદરતી બળને એનો નાશ કરવા દેશે નહિ. એથી વિરુદ્ધ, તે જેઓ “પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” કરશે.—પ્રકટીકરણ ૧૧:૧૭, ૧૮.
વધુમાં, બાઇબલ ખાતરી આપે છે કે યહોવાહ દેવ પાસે આપણા ગ્રહ પૃથ્વી માટે અને સર્વ આજ્ઞાધીન માણસજાત માટે અદ્ભુત ભાવિ છે. “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” પૃથ્વીનું ભાવિ માણસના નહિ પરંતુ દેવના હાથમાં છે એ માટે આપણે કેટલા બધા આનંદી બની શકીએ!—ગીતશાસ્ત્ર ૩૭:૧૧; ૭૨:૧૬; યશાયાહ ૬૫:૧૭-૨૫; ૨ પીતર ૩:૧૩.
(g96 9/8)
તમને સજાગ બનો!ના ભાવિ અંકો જોઈતા હોય તો, કૃપા કરી તમારા વિસ્તારમાંના યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા પાન ૫ પર આપવામાં આવેલા સૌથી નજીકના સરનામે લખો.
NASA photo