વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૯/૮ પાન ૩૧
  • બહોપયોગી, રંગીન પાક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બહોપયોગી, રંગીન પાક
  • સજાગ બનો!—૧૯૯૬
  • સરખી માહિતી
  • ખજૂરી
    સજાગ બનો!—૧૯૯૯
  • દરિયામાંની આફતથી—જમીન પર નુકસાન
    સજાગ બનો!—૨૦૦૪
સજાગ બનો!—૧૯૯૬
g96 ૯/૮ પાન ૩૧

બહોપયોગી, રંગીન પાક

ડીઝલ, ઢોરઢાંખરનું નીરણ, સાબુ, અને માર્જરિનમાં સામાન્ય શું છે? કેટલાક દેશોમાં એ સર્વ ચીજવસ્તુઓ આબેહૂબ પીળાં ફૂલોવાળા સરસવના છોડની મદદથી પેદા કરવામાં આવે છે.

યુરોપ, એશિયા, અને ઉત્તર અમેરિકાના ભાગોમાં પેદા થતો રાઈના કુટુંબનો એ રંગીન છોડ ખાસ કરીને એના તેલથી સમૃદ્ધ બીયાં માટે મૂલ્યવાન છે. સરસવના બીયાંમાં ૪૦ ટકા જેટલું તેલ હોય છે, જેનો બહુવિધ ઉપયોગ કરી શકાય છે.

મોટા ભાગના સરસવનું તેલ—કદાચ ૯૦ ટકા જેટલું—ખોરાકના ઉત્પાદન માટે વપરાય છે. એ માર્જરિન, બિસ્કિટ, સૂપ, આઇસક્રીમ, અને મીઠાઈ બનાવવા વાપરવામાં આવે છે. પરંતુ સરસવનાં બીયાંનું તેલ ડીઝલ બનાવવા પણ મદદ કરી શકે છે જે હવાનું પ્રદૂષણ ઓછું કરે છે, એમ પર્યાવરણમાં થતું નુકસાન ઘટાડે છે. એને શુદ્ધ કરવામાં આવે છે ત્યારે, નાજુક યંત્રને ઊંજવા માટે પણ વાપરી શકાય છે અને તેલ કાઢી લેવામાં આવ્યા પછી, પાકને કચરીને લોચો બનાવવામાં આવે છે જે પ્રોટીનમાં સમૃદ્ધ હોય છે અને ઢોરના નીરણ તરીકે ઉપયોગી હોય છે.

કેવો બહોપયોગી પાક! સાચે જ, આપણે એમ કહી શકીએ જે ગીતકર્તાએ કહ્યું હતું: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪. (g96 8/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો