બગાડ ન કરનારને અછત પડતી નથી
આપણા વરરાશી આધુનિક સમાજમાં, કચરા અને ભયાવહ પેદાશોનો સલામત નિકાલ એક ભિષણ સ્વપ્ન બન્યું છે. એથી ભિન્ન, દેવની સૃષ્ટિ કરકસર તથા રીસાયક્લીંગની એક અજાયબી છે. દાખલા તરીકે, મધપૂડાનો વિચાર કરો. મીણ, અર્થાત્ મધપૂડો બનાવવામાં વપરાતો પદાર્થ, એક મોંઘી વસ્તુ છે—મધમાખીને ફક્ત ૧ ગ્રામ જેટલું મીણ બનાવવા માટે ૧૬ ગ્રામ મધ અને અનિશ્ચિત પ્રમાણમાં પુષ્પપરાગની જરૂર પડે છે. માખીઓ પોતાનું મીણ કઈ રીતે વાપરે છે? “મધપૂડાના ખાનાની મીણની ત્રણ દીવાલો ૧૨૦ અંશના ખૂણે ભેગી થઈને ષટ્કોણની એકસરખી ભાત બનાવે છે,” બાય નેચર્સ ડીઝાઈન પુસ્તક સમજાવે છે. “એ ભાત માખીઓને સૌથી ઓછા પ્રમાણમાં મીણ વાપરવા દે છે, જ્યારે કે એક કડક માળખું ઊભું થાય છે જેમાં મધ ભેગું કરવામાં આવે છે.” તેથી એ કુશળ માળખું સુંદરતાના રૂપ સાથે કરકસરની કામગીરીનો સમન્વય કરે છે, અને એને રીસાયકલ કરી શકાય છે!
તમને વિજ્ઞાન તથા કુદરતી અજાયબીઓ પર લેખ વાંચવાના ગમતા હોય અને સજાગ બનો! નિયમિતપણે મળે એમ ઇચ્છતા હો તો, તમારી નજીક રહેતા યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા પાન ૫ પર આપવામાં આવેલા સૌથી નજીકના સરનામે લખો. (g96 7/8)