“એ કેટલાં અદ્ભુત છે”
“મેં ચોકીબુરજ અને સજાગ બનો! વાંચવાનો હંમેશાં આનંદ માણ્યો છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં એ કેટલાં બધાં અદ્ભુત બન્યાં છે કે એનું વર્ણન કરવા વિશેષણો મળવાં અઘરાં છે. હું અવેક!ના ઓક્ટોબર ૨૨ અને નવેમ્બર ૮, ૧૯૯૪ના અંકોમાં “જ્યારે ધર્મ યુદ્ધમાં પક્ષ લે છે” અને “સારયેવો—૧૯૧૪થી ૧૯૯૪” શીર્ષકો હેઠળ રજૂ કરેલી માહિતી માટે મારી કદર વ્યક્ત કરવા માંગતી હતી. બોસ્નિયા-સર્બિયા-ક્રોએશિયાનો આંતરવિગ્રહ જટિલ અને કરુણ પરિસ્થિતિ છે પરંતુ એક ક્રોએશિયન તરીકે એ મારા હૃદયની ઘણી જ સમીપ છે. તમે જે રીતે વિગ્રહના ઇતિહાસનું પગેરું તથા ઊંડા મૂળ છેક ૧૦૫૪ સુધી કાઢ્યા એની મેં સવિશેષ કદર કરી. એણે ધર્મની ભૂમિકા અને એના અવિરત પ્રયત્નો પર ભાર મૂક્યો જેણે રાષ્ટ્રીય વૃંદો મધ્યે વધુ ભાગલા પાડ્યા અને ધિક્કાર પેદા કર્યો છે. દુઃખની વાત છે કે, જગત આજે આ સ્વાભાવિકપણે સારા લોકોમાં માત્ર સૌથી ખરાબ બાબત જોઈ શકે છે. અકળ પરિસ્થિતિ સમજી શકાય એવી બનાવવા માટે ફરીથી તમારો આભાર. [સહી] એમ. કે.”
સજાગ બનો!એ કાળજીભર્યા સંશોધન અને હેતુસભર અહેવાલ આપવાની શાખ સ્થાપિત કરી છે. પરંતુ એ શાંતિમય ભાવિની આશા આપતું સામયિક પણ છે જે પૃથ્વીને દેવના રાજ્ય શાસન હેઠળ લાવવાના તેમના વચન પર આધારિત છે.
તમે આ સામયિક નિયમિત વાંચવા માંગતા હો તો, કૃપા કરી તમારા વિસ્તારમાંના યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો, અથવા આ અંકના પાન ૫ પરની યાદીમાંથી યોગ્ય સરનામે લખો. (g96 3/8)